VIDEO: કોયમ્બતૂરમાં જુનિયર મેન્સ હોકી નેશનલ ચેમ્પિયનશિપનો પ્રારંભ
તમિલનાડુના કોયમ્બતૂરમાં 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થયો છ

તમિલનાડુના કોયમ્બતૂરમાં 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થયો છે. દેશભરની ટીમો આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પોતાની પ્રતિભા સાબિત કરવા માટે મેદાનમાં ઉતરી છે. હોકી ઇન્ડિયાના સિલેક્ટર મોહમ્મદ રિયાઝ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ તમિલનાડુના હાઈ પરફોર્મન્સ કોચ વિલિયમ મરે પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવવાની આ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ તક પૂરી પાડશે. ચેમ્પિયનશિપને લઈને ખેલાડીઓ અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




