મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCનો જુનિયર ક્લાર્ક રૂ.2,000ની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ મધ્યઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ACBએ કાર્યવાહી કરી છે. જુનિયર ક્લાર્

તસવીર: gstv

અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ મધ્યઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ACBએ કાર્યવાહી કરી છે. જુનિયર ક્લાર્ક જય દિનેશ કુલકર્ણીને રૂપિયા 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ટેક્સ બિલમાં નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે લાંચની માંગ કરી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ અગાઉ રૂપિયા 3 હજાર વસૂલ કર્યા હતા અને બાકીના રૂપિયા 2 હજાર લેવા માટે દાણાપીઠ AMC સ્ટાફ કેન્ટીનમાં બોલાવ્યો હતો. ફરિયાદીએ લાંચ આપવી ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ છટકું ગોઠવી આરોપીને લાંચની રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો