મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાને જોર્ડનમાં અમેરિકાની કમર તોડી, રાત્રિ દરમિયાન થયેલા હુમલામાં અનેક જેટ વિમાનોને નુકસાન પહોંચાડ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે.

તસવીર: gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ બદલો લઈ રહ્યું હોવાનું જણાય છે. ગઈકાલે જોર્ડનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઇરાને એક જ રાતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ તથા હેલિકોપ્ટરને ડેમેજ કરી દીધા હતા.

માહિતી અનુસાર ઈરાને જોર્ડનમાં મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી અમેરિકાની ઊંઘ ઊડાડી દીધી હતી. આ હુમલા બાદ એવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં અમેરિકાના ડેમેજ થયેલા સી હૉક હેલકોપ્ટર, ફાઈટર જેટને બીજી લૉકેશન પર ખસેડવામાં આવી રહ્યાનો દાવો કરાયો હતો.

અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે ઈરાનના હુમલામાં 8 જેટલા અમેરિકન F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું. જેને રિપેરિંગ કરાવવાની ફરજ પડી હતી. જોકે આ સાથે એક A-10 થંડરબોલ્ટ જેને વૉરથોગ પણ કહેવાય છે તે પણ આ હુમલાની લપેટમાં આવી ગયું હતું. સૂત્રો તો એવું પણ કહે છે કે આ વિમાનની એક પાંખ જ ગાયબ થઇ ગઈ હતી. ઈરાનના હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો ઝીંકવી પડી હતી જે તેના માટે ખુબ ખર્ચાળ સાબિત થાય એમ છે.

ઈરાને 8 ટેન્કરો અને 2 યુદ્ધજહાજોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો

અમેરિકાના હુમલાના જવાબમાં, ઈરાનના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ આઠ ઓઈલ ટેન્કરો અને બે યુદ્ધજહાજો પર હુમલો કર્યાનો દાવો કર્યો. આ લક્ષ્યોમાં જોર્ડનમાં આવેલો અમેરિકી સૈન્ય મથક પણ સામેલ હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના પાંચ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નિષ્ક્રિય કર્યા હોવાની માહિતી આપી હતી; જેમાં કિવીક (Kivik), ચારમિનાર (Charminar), હોરાઈઝન 1 (Horizon 1), રિએસ્કો (Riesco) અને દરિયા (Darya) નો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો