VIDEO: નર્મદાના ચોપડવાવમાં અનાજનો જથ્થો ન મળતાં મામલતદારની તપાસ, સંચાલક દુકાને તાળું મારી ફરાર
નર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક દિનેશ વલવી દ્વારા રાશનકાર્ડ ધારકોને કૂપન અને પુરતો જથ્થો ન અપાતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સાગબારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદન મળતાં જ મામલતદાર નીતિન મકવાણા ટીમ સાથે સ્થળ તપાસે પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓ આવે તે પહેલાં જ સંચાલક દુકાને તાળું મારી રફુચક્કર થઈ ગયો હતો. અધિકારીઓની હાજરીમાં કરાયેલી તપાસમાં ઘઉં, ચોખા અને જુવાર સિવાય ખાંડ, તેલ, દાળ અને ચણા જેવી આવશ્યક વસ્તુઓ ગાયબ જણાતાં ગરીબ અને આદિવાસી પરિવારોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ગ્રામજનોએ આ મામલે કડક તપાસ કરી સંચાલકનું લાઇસન્સ રદ કરવાની ઉગ્ર માંગ કરી છે.




