VIDEO: "સેનાનું અપમાન કરવું જ કોંગ્રેસની 'દિમાગી નક્સલ' માનસિકતા!", સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને લીધી આડેહાથ
"Insulting the Army is the 'mindset' mentality of the Congress!", Sudhanshu Trivedi took the biggest hit on Congress | રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં પ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં પૂર્વ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂકને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રશીદ અલ્વી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ આ નિવેદનને શરમજનક ગણાવીને કોંગ્રેસની વિચારધારા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
ડૉ. સુધાંશુ ત્રિવેદીએ પલટવાર કરતાં જણાવ્યું કે, "કોંગ્રેસ નેતા રશીદ અલ્વી દ્વારા પૂર્વ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂક અંગે આપવામાં આવેલા શરમજનક નિવેદને તેમની 'દિમાગી નક્સલ' માનસિકતાનું અસલી રૂપ સમગ્ર દુનિયા સામે છતું કરી દીધું છે." તેમણે ઉમેર્યું હતું કે, "હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશના સશસ્ત્ર દળોનું અપમાન કરવું એ કોંગ્રેસ પક્ષની 'દિમાગી નક્સલ' વિચારસરણીની મુખ્ય ઓળખ બની ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને ટાંકીને સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, "આ ઘટનાથી એ વાત સાબિત થઈ ગઈ છે કે વડાપ્રધાન મોદી એકદમ સાચા હતા જ્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હવે 'મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ'માં ફેરવાઈ ગઈ છે. રશીદ અલ્વીએ કોંગ્રેસનો અસલી ચહેરો ઉજાગર કરી દીધો છે અને અત્યાર સુધી જે ભ્રમનો પાતળો પડદો રહ્યો હતો તેને પણ હટાવી દીધો છે.
સેનાના પૂર્વ અધિકારી પર કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અને ભાજપના આકરા વળતા પ્રહાર બાદ રાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર સેનાના સન્માન અને રાજકીય માનસિકતાને લઈને મોટો વિવાદ છેડાઈ ગયો છે.






