મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શક્તિમાન ફરી દર્શકોને કરાવશે મનોરંજન, જાણો આ વખતે શું હશે ખાસ?

મુકેશ ખન્નાએ 90ના દાયકામાં ભારતના પહેલા ઓરિજિનલ સુપરહીરો શક્તિમાનની ભૂમિકા ભજવીને બાળકોને ખુશ કરી દીધા હત

મુકેશ ખન્નાએ 90ના દાયકામાં ભારતના પહેલા ઓરિજિનલ સુપરહીરો શક્તિમાનની ભૂમિકા ભજવીને બાળકોને ખુશ કરી દીધા હતા. હવે મુકેશ ખન્નાએ પોતે શક્તિમાન તરીકે પાછો આવી રહ્યો હોવાની ઘોષણા કરી છે.

આ પણ વાંચો : 'અનુપમા'ના વાસ્તવિક જીવનમાં મુશ્કેલી, રૂપાલી ગાંગુલીએ સાવકી દીકરીને નોટિસ કેમ મોકલી?

મુકેશ ખન્નાએ એક્સ પર શક્તિમાનનું એક ટીઝર અને વીડિયો શેર કર્યો છે. સાથે લખ્યું છે કે, તમારા પ્યારા સુપરહીરોનો જાદુ ફરીથી લાવવાનું વચન આપું છું. પોતાની પોસ્ટમાં અભિનેતાએ લખ્યું છે કે, હવે ફરી પાછા આવવાનો સમય આવી ગયો છે. ભારતનો પ્રથમ સુપર ટીચર-સુપર હીરો ફરી આવી રહ્યો છે. આજે બાળકો અંધકારમાં સરી રહ્યા છે, તેમજ ખોટી આદતોનો શિકાર બની રહ્યા છે. તેથી મારો ફરી આવવાનો સમય પાકી ગયો છે, જે બાળકો માટે એક સંદેશો લઇને આવી રહ્યો છે. આશા છે કે, આજની પેઢી તેમના સુપર હીરોનું ઉમળકાથી સ્વાગત કરશે.

જોકે, સંખ્યાબંધ સોશિયલ મીડિયા યૂઝર્સએ એવી કોમેન્ટ કરી હતી કે એ જમાનામાં હોલીવૂડ ફિલ્મોનું આટલું ચલણ ન હતું. ઓટીટી અને ઈન્ટરનેટ ન હતાં. હવે બાળકો મોબાઈલ પર જ દુનિયાભરનું કન્ટેન્ટ માણે છે. આ પેઢીમાં લોકપ્રિયતા કેળવવાનું શક્તિમાન માટે એક કપરો પડકાર હશે.

આ સમાચાર શેર કરો