મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સળંગ બીજી એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બની ગોલ્ડ

તસવીર: gstv

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સળંગ બીજી એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીત્યો. ફાઈનલમાં એશિયા  કપની જેમ જ શ્રીલંકન ટીમને મોટી હાર આપી મહિલા ટીમે ખુદને એશિયાની સુપરપાવર સાબિત કરી. ટીમ ઈન્ડિયાએ શૈફાલી વર્માની 48, મંધાની 79 રન અને રિચા ઘોષની માત્ર 22 બોલમાં 49 રનની ઈનિંગની મદદથી 216 રનનો જંગી પહાડ ઉભો કર્યો. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 15.4 ઓવરમાં 69 રનમાં સમેટાઈ ગઈ. આ સાથે જ શ્રીલંકા સામે ટી-20 ફોર્મેટમાં રનની દ્રષ્ટ્રીએ ટીમ ઈન્ડિયાએ 147 રનથી અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી..દિપ્તી શર્માએ ત્રણ વિકેટ ઝડપી જ્યારે શૈફાલી વર્મા, શ્રેયાંકા પાટીલ અને શ્રીચરણીએ બે-બે વિકેટ ઝડપી.

આ સમાચાર શેર કરો