VIDEO: દિલ્હીમાં સ્વાતંત્ર્ય દિવસની તૈયારીઓ શરૂ
આગામી ૧૫મી ઓગસ્ટના રોજ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિ

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં વહીવટી અને સુરક્ષા સ્તરે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય અને દિલ્હી પોલીસના સંકલન સાથે સમગ્ર લાલ કિલ્લા વિસ્તારને સુરક્ષિત અને સુશોભિત કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. સવારના દ્રશ્યોમાં લાલ કિલ્લાની આસપાસ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત માટે બેરિકેડ્સ લગાવવામાં આવી રહ્યા છે, તેમજ વડાપ્રધાનના ધ્વજવંદન અને રાષ્ટ્રજોગ સંબોધન માટેના મુખ્ય સ્ટેજ અને વીઆઈપી સીટીંગ એરેન્જમેન્ટના બાંધકામની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કિલ્લાની આસપાસ અત્યારથી જ સીસીટીવી કેમેરા અને અત્યાધુનિક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાલ કિલ્લાની પ્રાચીરને પણ રાષ્ટ્રીય મહોત્સવ માટે નવો ઓપ આપવામાં આવી રહ્યો છે.




