મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં સીજેપીનું વિશાળ પ્રદર્શન

નવી દિલ્હીના જંતર-મંતર ખાતે આજે સવારે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને કાર્યકર

તસવીર: gstv

નવી દિલ્હીના જંતર-મંતર ખાતે આજે સવારે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને કાર્યકર્તાઓની ભારે ભીડ ઉમટી પડી હતી. દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા. આ આંદોલનને સમર્થન આપવા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ જોડાયા છે, જેઓ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર ઉતર્યા છે. સવારના દ્રશ્યોમાં પ્રદર્શનકારીઓ પ્લેટ અને ચમચી વગાડીને અનોખો વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. સ્થિતિને નિયંત્રણમાં રાખવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો