મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: IND vs SL / જસપ્રિત બુમરાહના બહાર થયા બાદ વધુ એક ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડીની ફિટનેસ પર હજુ પણ છે સસ્પેન્સ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત રમાનારી આગામ

તસવીર: gstv

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત રમાનારી આગામી શ્રીલંકા સામેની 2 મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની ચિંતાઓ અને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા બાદ હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના આશાસ્પદ ડાબોડી બેટર સાઈ સુદર્શન હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી થઈ શક્યો. આના કારણે 4 ઓગસ્ટે શ્રીલંકા રવાના થઈ રહેલી ટીમ ઈન્ડિયાની ફ્લાઈટમાં તે સામેલ થશે કે નહીં, તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

જ્યારે BCCI દ્વારા શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સાઈ સુદર્શનનું નામ ટીમમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે તેનું સિલેક્શન ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે.

એડીની ઈજા બાદ બેંગલુરુમાં રીહેબિલિટેશન

મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ સિરીઝ બાદ સાઈ સુદર્શનને એડીમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજામાંથી બહાર આવવા માટે તે હાલમાં બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માં કમબેક કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, તેની રિકવરી ઘણી સારી થઈ રહી છે અને તેણે નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. મેનેજમેન્ટને આશા છે કે તે સમયસર ફિટ થઈ જશે, પરંતુ જ્યાં સુધી મેડિકલ ટીમ લીલી ઝંડી નહીં આપે ત્યાં સુધી તેના પ્રવાસ પર સસ્પેન્સ રહેશે. જો સુદર્શન સમયસર રિકવર નહીં થાય તો ટીમમાં બેકઅપ તરીકે સામેલ દેવદત્ત પડિક્કલને નંબર 3 પર રમવાની તક મળી શકે છે.

શ્રીલંકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટે શ્રીલંકા જવા રવાના થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. અગાઉ આ મેચ 4 દિવસની રમાવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરીને તે 3 દિવસની કરવામાં આવી છે. આ વોર્મ-અપ મેચ બાદ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 15થી 19 ઓગસ્ટ દરમિયાન ગોલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે, જ્યારે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોમાં રમાશે.

આ સમાચાર શેર કરો