મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવરાત્રી ટાણે ભીડગેટમાં મુસ્લિમ પરિવારે માતાજીના ગરબા બનાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

નવરાત્રીના પાવન પર્વ ટાણે ભુજમાં હિન્દુ-મુસ

તસવીર: gstv

નવરાત્રીના પાવન પર્વ ટાણે ભુજમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની અનોખી મિસાલ સામે આવી છે. અહીં મુસ્લિમ પરિવાર શ્રાવણ માસથી રાત-દિવસ એક કરીને પૂરી આસ્થા સાથે માતાજીના ગરબા તૈયાર કરી રહ્યો છે. આ પરિવાર માટી ગૂંદીને ચાકડે ચડાવવાથી લઈને 'ઓમ', 'સાથિયા' અને દરવાજા કટિંગવાળા આકર્ષક ગરબા ઘડી રહ્યો છે. ઘરની મહિલાઓ અને નાની દીકરીઓ કોઈ તાલીમ વિના પોતાની કોઠાસૂઝથી પીંછી, કોન વર્ક, આભલા, ઝાલર અને ડાયમંડ વર્ક થકી ગરબાને નયનરમ્ય શણગાર આપી રહી છે. હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીક સમાન માતાજીના ગરબાને મુસ્લિમ પરિવારે જે સ્નેહ અને નિષ્ઠાથી સજાવ્યા છે..

આ સમાચાર શેર કરો