VIDEO: નવસારી ગણેશ સંગઠનની સભામાં ભારે હોબાળો, લાઇટો બંધ કરાતા મામલો ગરમાયો
નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભ

નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. મંડળના સભ્યોએ પ્રમુખ અને હોદ્દેદારોની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતાં બંધારણ મુજબ કામગીરી ન થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સભામાં ઉગ્ર રજૂઆતો બાદ બોલાચાલીનું વાતાવરણ સર્જાતાં પરિસ્થિતિ તંગ બની હતી. સ્થિતિ વધુ વણસે તે પહેલાં સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી. કેટલાક સભ્યોએ સભા દરમિયાન ઈરાદાપૂર્વક લાઇટ બંધ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. જરૂર પડે તો નવું સંગઠન બનાવવાની તૈયારી પણ કેટલાક કાર્યકર્તાઓએ દર્શાવી છે.




