VIDEO: સેવા સેતુમાં ધારાસભ્યએ સરકારી કામગીરીને લઈને કરી ટકોર
નસવાડી તાલુકાના રાયપુર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય દ્વારા આમ આદમી પાર્ટ

નસવાડી તાલુકાના રાયપુર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય દ્વારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોને લઈને નિવેદન કરવામાં આવ્યું હતું. કુકરદા અને નવગામ જિલ્લા પંચાયત બેઠકના આપના સભ્યોને ધારાસભ્યએ સરકારી કામગીરીને લઈને ટકોર કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ તાલુકા કક્ષાના અધિકારીઓને સરકારી યોજનાઓના લાભનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરાવવા અને ફોટોસેશન અંગે સૂચના આપી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકારી કાર્યક્રમમાં રાજકીય ટિપ્પણીઓ અને સૂચનાઓને લઈને ચર્ચા જોવા મળી હતી.




