મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઇમાં પોલીસની સતર્કતાથી કેનાલમાં પડેલા યુવકનો જીવ બચ્યો

ડભોઇના ચોતરીયા પીરની દરગાહ પાસે આવેલી નર્મદા કેનાલમાં બાઇક સવાર યુવક પડી જતા અફર

તસવીર: gstv

ડભોઇના ચોતરીયા પીરની દરગાહ પાસે આવેલી નર્મદા કેનાલમાં બાઇક સવાર યુવક પડી જતા અફરાતફરી મચી હતી. યુવકે બાઇકના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કેનાલમાં પાણી ન હોવાથી યુવકનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી કેનાલમાં ઉતરી યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં યુવકને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો