મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આસામમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા રેલ વ્યવહાર ખોરવાયો

આસામમાં પડેલા ભારે વરસાદને રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવીત થઈ છે. વરસાદના પ્રકોપમાં એક મહત્વનો રેલ

તસવીર: GSTV

આસામમાં પડેલા ભારે વરસાદને રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવીત થઈ છે. વરસાદના પ્રકોપમાં એક મહત્વનો રેલ્વે પુલ તૂટી જતાં રાજ્યનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે ..આસામના ધેમાજી જિલ્લામાં સિમેન નદી પરનો રેલવે બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે..જેથી આ પુલને રેલવે વ્યવહાર માટે બંધ કરવો પડયો છે.. ટ્રેન સેવાઓ અચાનક બંધ થઈ જતાં હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. રોજિંદી અવરજવર કરતા લોકોએ હવે ફરજિયાતપણે બસ અથવા અન્ય ખાનગી વાહનોનો આશરો લેવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને ખાનગી ટ્રાન્સપોર્ટરો દ્વારા મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે.

આ સમાચાર શેર કરો