VIDEO: આગામી સપ્તાહ શેરબજાર માટે મહત્વનું, GDPથી US રોજગાર ડેટા સુધી નજર
ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા બાદ હવે આગામી સપ્તાહે અનેક મહત્વના આ

ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા બાદ હવે આગામી સપ્તાહે અનેક મહત્વના આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. સૌથી પહેલા 31 ઓગસ્ટે ભારતના નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટરના GDPના આંકડા જાહેર થશે, જેના પર રોકાણકારોની નજર રહેશે. વૈશ્વિક સપ્લાય ચેઇન અને ઊર્જાના વધતા ભાવ વચ્ચે GDPના આંકડા બજારના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે અમેરિકાના ઓગસ્ટ મહિનાના રોજગારના આંકડા જાહેર થશે. અમેરિકન રોજગાર ડેટાથી ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ અંગે સંકેતો મળી શકે છે અને તેની અસર ડોલર, US યીલ્ડ્સ તેમજ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે.




