VIDEO: સિંચાઈ માટે મહત્વનો આજી ડેમ-2 ઓવરફ્લો, 6 દરવાજા ખોલાયા
રાજકોટ જિલ્લામાં સતત 24 કલાકથી ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે સિંચાઈ માટે મહત્વનો આજીડેમ-2 ઓવ

રાજકોટ જિલ્લામાં સતત 24 કલાકથી ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે સિંચાઈ માટે મહત્વનો આજીડેમ-2 ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સતત આવક વધતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે તંત્રએ પડધરી તાલુકાના બાઘી, ડુંગરકા, નારાણક, સખપર, હરીપર, ખંઢેરી સહિત 10 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ આજીડેમ-2ની નીચે વહેતી નદીના પટ્ટમાં કોઈપણ વ્યક્તિએ ન જવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સતત ધીમીધારે વરસાદ ચાલુ હોવાથી જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે.




