VIDEO: અમદાવાદ-પાલનપુર રુટ પર રેલ વ્યવહારને અસર; 10 ટ્રેનો રદ, 8 ડાયવર્ટ અને 4 આંશિક રદ કરાઈ
અમદાવાદ-પાલનપુર રેલખંડમાં આંબલિયાસણ-જગુદણ-મ

અમદાવાદ-પાલનપુર રેલખંડમાં આંબલિયાસણ-જગુદણ-મહેસાણા-ભાંડુ મોટીદાઉ વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના લીધે 14 ઓગસ્ટના રોજ નોન-ઇન્ટરલોકિંગ બ્લૉક લેવામાં આવશે. આ રિપેરિંગ અને અપગ્રેડેશન કામગીરીના કારણે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોના સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી આ રૂટ પર મુસાફરી કરતા રેલ પ્રવાસીઓએ ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
રેલવે સંચાલન પર બ્લૉકની અસર
રેલવે વિભાગમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદ-પાલનપુર રેલવે ટ્રેક પરથી પસાર થતી પશ્ચિમ રેલવેની કુલ 10 ટ્રેનોને 14 ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ સિવાય 4 ટ્રેનોને આંશિક રીતે રદ (શોર્ટ ટર્મિનેટ) કરવામાં આવી છે તેમજ 8 ટ્રેનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરીને ચલાવવામાં આવશે. સાથે જ કેટલીક ટ્રેનોના નિયમિત સ્ટેશનો પરના સ્ટોપેજ પણ રદ કરવામાં આવ્યા છે.
આંશિક રદ (શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ) કરાયેલી ટ્રેનો
ટ્રેન નં. 14821-22 (સાબરમતી-જોધપુર એક્સપ્રેસ): આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 20959-60 (વલસાડ-વડનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ): આ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રાખવામાં આવશે.
ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી દોડનારી ટ્રેનો
કામગીરીના કારણે કુલ 8 ટ્રેનોને તેના નિર્ધારિત રૂટને બદલે ડાયવર્ટ માર્ગ પરથી દોડાવવામાં આવશે. જેમાં નીચે મુજબની ટ્રેનોનો સમાવેશ થાય છે:
ટ્રેન નં. 20486 (સાબરમતી-જેસલમેર)
ટ્રેન નં. 04173 (પ્રયાગરાજ-વેરાવળ)
ટ્રેન નં. 14807 (જોધપુર-દાદર)
ટ્રેન નં. 19408 (લાલગઢ-સાબરમતી)
ટ્રેન નં. 20953 (ભગતકી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ)
ટ્રેન નં. 19031-32 (સાબરમતી-યોગનગરી ઋષિકેશ)
ટ્રેન નં. 19412 (દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ)
સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને સ્ટોપેજ રદ
14 ઓગસ્ટના રોજ એક દિવસ માટે ટ્રેન નં. 19031-32 (સાબરમતી-યોગનગરી ઋષિકેશ) અને ટ્રેન નં. 19412 (દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ)નું સિદ્ધપુર તેમજ ઊંઝા સ્ટેશન ખાતેનું સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે.
14 ઓગસ્ટે સંપૂર્ણ રદ કરાયેલી 10 ટ્રેનોનું લિસ્ટ
| ટ્રેન નંબર | ટ્રેનનું નામ |
| 09433-34 | સાબરમતી-પાટણ ડેમુ |
| 69207-08 | ગાંધીનગર-વરેઠા મેમુ |
| 09437-38 | મહેસાણા-આબુ ડેમુ |
| 09431-32 | સાબરમતી-મહેસાણા ડેમુ |
| 09509-10 | મહેસાણા-વીરમગામ |
| 09481-82 | મહેસાણા-ભીલડી |
| 09475-76 | મહેસાણા-પાટણ |
| 09435-36 | સાબરમતી-પાટણ ડેમુ |
| 09483-84 | મહેસાણા-પાટણ |
| 09511-12 | મહેસાણા-વીરમગામ |








