મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: "જનતામાં ભારે રોષ, મંત્રીઓ અને ગઠબંધનના નેતાઓ બહાર ન નીકળે", શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતના ફડણવીસ પર આકરા પ્રહારો

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના

તસવીર: gstv

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતાં રાજ્યમાં મંત્રીઓ તેમજ ધારાસભ્યો અને સાંસદોની સુરક્ષા વધારવાના સરકારના નિર્ણય પર કટાક્ષ કરતા રાઉતે તેને ડરનું પરિણામ ગણાવ્યું હતું.

"ગઠબંધનના નેતાઓમાં ભયનો માહોલ"

સંજય રાઉતે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "આપણા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વર્ષોથી રાજ્યના ગૃહમંત્રી રહ્યા છે, પરંતુ ગૃહમંત્રી તરીકે તેમણે પહેલીવાર આવો 'દૂરંદેશી' નિર્ણય લીધો છે. રાજ્યના તમામ મંત્રીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને ધારાસભ્યો તથા સાંસદો—ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓની સુરક્ષામાં પણ વધારો કરાયો છે." સરકાર પર આકરા પ્રહારો ચાલુ રાખતા તેમણે ઉમેર્યું કે, "તેમને ડર છે કે બહાર જે જનતાના આક્રોશનું વાવાઝોડું આવ્યું છે, તે આ મંત્રીઓ અને સાંસદોને ઉડાવી દેશે."

"મંત્રીઓ વગર કારણે બહાર ન ફરે": સંજય રાઉતની અપીલ

જનતાના આક્રોશનો દાવો કરતા સંજય રાઉતે ગઠબંધન સરકારના મંત્રીઓ અને નેતાઓને ચેતવણી આપી હતી કે, "હું મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને અપીલ કરું છું કે તેઓ વગર કોઈ કારણે બહાર ન ફરે અને જનતાની વચ્ચે જવાનું ટાળે. લોકો તમારાથી ખૂબ જ કંટાળેલા અને ગુસ્સામાં છે. આવનારા દિવસોમાં શું થશે તે કોઈ કહી શકતું નથી."

આ સમાચાર શેર કરો