VIDEO: સુરતમાં હીટ એન્ડ રન: ટાટા શિએરાની ટક્કરે વૃદ્ધાનું મોત
સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે હીટ એન્ડ રનની ચકચારી ઘટના સામે આવી છે. ટાટા કંપનીની શિએરા કારે નિર્મલ

સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે હીટ એન્ડ રનની ચકચારી ઘટના સામે આવી છે. ટાટા કંપનીની શિએરા કારે નિર્મલાબેન નામના વૃદ્ધાને જોરદાર અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે




