VIDEO: કોકરોચ જનતા પાર્ટીના સભ્યની ધરપકડ પર હાઈકોર્ટની રોક: શાળાની સ્થિતિનો વીડિયો વાયરલ કરવા સામે નોંધાઈ હતી એફઆઈઆર
અલ્લાહબાદ હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીના વિદ્યાર્થ

અલ્લાહબાદ હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીના વિદ્યાર્થી-સભ્ય ગૌરવ ભારતીની ધરપકડ પર રોક લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત સ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર રેકોર્ડ કરી વાયરલ કરવાના કથિત આરોપસર તેમની સામે FIR નોંધવામાં આવી હતી....આ મામલે જસ્ટિસ સલિલ કુમાર રાય અને જસ્ટિસ પદમ નારાયણ મિશ્રાની બેન્ચે રાજ્ય સરકારને આઠ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજદારે દલીલ કરી હતી કે એફઆઈઆરમાં કરવામાં આવેલા આરોપો પ્રાથમિક દ્રષ્ટિએ સાચા માનીએ તો પણ તેમાં દર્શાવેલા ગુનાઓ માટેના કાયદાકીય તત્વો સાબિત થતા નથી. કોર્ટે હાલ રાહત આપતા વધુ સુનાવણી હાથ ધરી છે.




