VIDEO: નવસારી શહેરમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
નવસારી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ઘેરા વાદળોએ આકાશને ઢાં

નવસારી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ઘેરા વાદળોએ આકાશને ઢાંકી લેતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, ડેપો વિસ્તાર, તીઘરા જકાતનાકા સહિત શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. પવન સાથે વરસેલા વરસાદને કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને સાવચેતીપૂર્વક પસાર થવું પડ્યું હતું. વરસાદથી શહેરમાં ચોમાસાનો માહોલ જામ્યો હતો અને લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો.




