VIDEO: અમદાવાદમાં ભારે વરસાદ: ઝાડ પડવાની અને પાણી ભરાવાની કંટ્રોલરૂમમાં ફરિયાદો
અમદાવાદ શહેરમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થ

અમદાવાદ શહેરમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં બપોર સુધી 89 ફરિયાદો નોંધાઈ છે, જેમાં મુખ્યત્વે ઝાડ પડવાની, પાણી ભરાવાની અને ખાડા તથા ભુવા પડવાની સમસ્યાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ 32 ફરિયાદો નોર્થ-વેસ્ટ ઝોનમાંથી આવી છે, જ્યારે વેસ્ટ ઝોનમાં 30 ફરિયાદો મળી છે. ભારે પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી મેયર અંજુ શાહે નાગરિકોને વગર કારણે ઘરની બહાર ન નીકળવા વિશેષ અપીલ કરવામાં આવી છે.




