મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગિરનારમાં જૈન મહોત્સવને પગલે વિવાદિત દત્તાત્રેય મંદિર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

જુનાગઢના આસ્થાના પ્રતીક સમાન ગિરનાર ખાતે જૈન સમાજ દ્વારા આયોજિત

તસવીર: gstv

જુનાગઢના આસ્થાના પ્રતીક સમાન ગિરનાર ખાતે જૈન સમાજ દ્વારા આયોજિત નિર્વાણ લાડુ ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોવાથી પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જૈન અને હિન્દુ ધર્મના આસ્થાના કેન્દ્ર એવા દત્તાત્રેય મંદિર અંગે ચાલી રહેલા વિવાદ અને થોડા સમય પહેલાં થયેલી તોડફોડની ઘટનાને ધ્યાને રાખીને સુરક્ષા સખત કરી દેવામાં આવી છે. ત્રણ દિવસના આ ઉત્સવ દરમિયાન કોઈ અગમ્ય કૃત્ય ન થાય તે માટે ૨ DysP, ૨૦ PI, ૪૫૦ પોલીસકર્મીઓ તેમજ LCB અને SOGની ૪-૪ ટીમો સહિત ૫૦૦થી વધુનો કાફલો ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તાર પર ૨૦ ડ્રોન અને ૧૦૦થી વધુ CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.   સુરક્ષાના ભાગરૂપે દરેક યાત્રીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે જેથી તેમની ઓળખ સરળતાથી થઈ શકે.

આ સમાચાર શેર કરો