મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજૌરીમાં અચાનક પૂર આવતા ભારે મશીનરી તણાઈ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી આફતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભ

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી આફતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદના પગલે અચાનક આવેલા વિનાશક પૂરમાં રાજૌરી-થાનમંડી રોડ પર નિર્માણ કાર્યમાં વપરાતી ભારે મશીનરી પળવારમાં તણાઈ ગઈ છે. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે રસ્તાના કામમાં રોકાયેલા મોટા વાહનો અને ડમ્પર પણ કાગળની હોડીની જેમ વહી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે રાજૌરીને થાનમંડી સાથે જોડતો મુખ્ય હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પૂરના લીધે રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હોવાથી માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રસ્તો પુનઃ શરૂ કરવા તેમજ ક્ષતિગ્રસ્ત મશીનરીને હટાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો