VIDEO: દિલ્હીના કંજાવલામાં હૃદયદ્રાવક અકસ્માત: એસયુવી નીચે કચડાવાથી યુવકનું મોત, ચાલક ઝડપાયો
દિલ્હીના કંજાવલા વિસ્તારમાં એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જ

દિલ્હીના કંજાવલા વિસ્તારમાં એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જ્યાં એક બેફામ સ્પીડે આવી રહેલી એસયુવી કારે એક યુવકને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલકે યુવકને ટક્કર માર્યા બાદ તેને કચડી નાખ્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને મામલાની ગંભીરતાને જોતા તપાસ તેજ કરી દીધી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફરાર થઈ રહેલા આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને અકસ્માત સર્જનાર વાહનને પણ કબ્જે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




