VIDEO: વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા: ગુરૂકૃપા રેસ્ટોરન્ટ સીલ, અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંગમ ચાર રસ્તા, માંજલપુર

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંગમ ચાર રસ્તા, માંજલપુર, જેતલપુર રોડ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન ખંડેરાવ માર્કેટ પાસેની પ્રસિદ્ધ 'ગુરૂકૃપા રેસ્ટોરન્ટ'માં ભારે અનહાઇજેનિક સ્થિતિ મળી આવતા તેને તુરંત બંધ કરાવાઈ હતી. આ ઉપરાંત, ઈશ્વર લાઇવ વેફર પરથી 1 કિલો સડેલા કેળા, સાંઈનાથ નાસ્તા હાઉસમાંથી 1 કિલો અખાદ્ય સમોસા અને ખુશ્બુ કોર્નરમાંથી 500 ગ્રામ મિશ્રિત કલરવાળી ચટણી જપ્ત કરી નાશ કરાયો હતો.




