મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ઢોરપાર્ટી પર હુમલો કરનાર ત્રણ આરોપીઓની ગોરવા પોલીસે સીસીટીવી આધારે ધરપકડ

વડોદરાના નંદનવન સોસાયટી પાસે રખડતી ગાયો પકડવા ગયેલી મહાનગરપ

તસવીર: gstv

વડોદરાના નંદનવન સોસાયટી પાસે રખડતી ગાયો પકડવા ગયેલી મહાનગરપાલિકાની ઢોરપાર્ટીના સ્ટાફ સાથે બોલાચાલી અને મારામારીના કેસમાં ગોરવા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી ગાયને છોડાવવા માટે આરોપીઓએ પાલિકાના કર્મચારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. આરોપીઓએ લાકડી વડે માર મારવાની સાથે અપશબ્દો બોલી સરકારી કામગીરીમાં પણ દખલગીરી કરી હતી. સમગ્ર ઘટનાને પગલે ગોરવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કનુભાઈ રબારી, ભાવેશ રબારી અને મેહુલભાઈ ભરવાડની ધરપકડ કરી છે. ગોરવા પોલીસની ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો