VIDEO: હર્ષ સંઘવીએ ભાજપ નેતાઓ સાથે રસ્તા કિનારે ચોળાફળીની લિજ્જત માણી
ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક અલગ જ અંદાજ ગાંધીનગરમાં જોવા મળ્યો છે. ગાંધીનગર

ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક અલગ જ અંદાજ ગાંધીનગરમાં જોવા મળ્યો છે. ગાંધીનગર ખાતેથી પસાર થતી વખતે તેમણે પોતાનો કાફલો રોકીને રસ્તા કિનારે આવેલી એક લારી પર ભાજપના અન્ય અગ્રણી નેતાઓ સાથે ઊભા રહીને ચા-નાસ્તો કર્યો હતો. તેમણે ત્યાં ગરમાગરમ ચોળાફળી અને ચટણીની લિજ્જત માણી હતી. સામાન્ય નાગરિકની જેમ રસ્તા પર ઊભા રહીને નાસ્તો કરતાં જોઈ સ્થાનિક લોકો અને વેપારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હર્ષ સંઘવીએ ત્યાં ઉપસ્થિત લોકો અને લારીધારક સાથે સહજતાથી વાતચીત પણ કરી હતી. ઉપમુખ્યમંત્રીની આ સાદગી અને લોકપ્રિય શૈલી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે.




