VIDEO: રક્ષાબંધન પર GSRTC દોડાવશે 6,500 એક્સ્ટ્રા ST બસો
રક્ષાબંધનના તહેવાર દરમિયાન બહેનો અને મુસાફરોને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા 26થી 30 ઓગસ્

રક્ષાબંધનના તહેવાર દરમિયાન બહેનો અને મુસાફરોને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા, પાલનપુર, નડિયાદ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ સહિતના મુખ્ય શહેરો ઉપરાંત પાવાગઢ જેવા તીર્થધામોના રૂટ પર પણ વધારાની બસો દોડાવવામાં આવશે. તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે એડવાન્સ બુકિંગ અને પૂરતી વધારાની બસોની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. GSRTC દ્વારા મુસાફરોને વિશેષ એક્સ્ટ્રા પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.




