VIDEO: શ્રીનગરમાં ભવ્ય પ્રવાસન પરિષદ
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રીનગરમાં સ્થિત શેર-એ-કશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત પ્રવાસ

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રીનગરમાં સ્થિત શેર-એ-કશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત પ્રવાસન પરિષદમાં વિશેષ ઉપસ્થિતિ રહીને સંબોધન કર્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવામાં જી-૨૦ બેઠકે એક સીમાચિહ્નરૂપ ભૂમિકા ભજવી છે, જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા . આ પરિષદમાં પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, નવી નીતિઓ ઘડવા અને સ્થાનિક રોજગારીની તકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રદેશમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્તરે સતત નવા પ્રયાસો થઈ રહ્યા છે




