VIDEO: બાબા વિશ્વનાથ મંદિરમાં ત્રિરંગા થીમ સાથે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી.
વારાણસીના પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વ

વારાણસીના પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બાબા વિશ્વનાથના ગર્ભગૃહ અને પરિસરમાં દેશના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગના ભવ્ય ફૂલો તથા રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મધ્યાહ્ન આરતી દરમિયાન ભક્તોએ બાબાના આ અલૌકિક ત્રિરંગા-થીમ આધારિત દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસ અને સ્વતંત્રતા દિવસનો આ અદ્ભુત સંયોગ જોવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ અને વંદે માતરમ્ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું,




