Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Patanjali goes beyond ghee and soap: Now Baba Ramdev's company will sell insurance

ઘી અને સાબુથી આગળ વધી પતંજલિ: હવે બાબા રામદેવની કંપની વેચશે ઇન્શ્યોરન્સ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ઘી અને સાબુથી આગળ વધી પતંજલિ: હવે બાબા રામદેવની કંપની વેચશે ઇન્શ્યોરન્સ
સોર્સ : gstv

નવી દિલ્હી: હર્બલ અને એફએમસીજી (FMCG) પ્રોડક્ટ્સ બનાવતી જાણીતી કંપની પતંજલિ (Patanjali) હવે ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે (Financial Services Sector) પગપેસારો કરવા જઈ રહી છે. બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને રજનીગંધા પાન મસાલા બનાવતા ધર્મપાલ સત્યપાલ ગ્રુપે (DS Group) મળીને અંદાજે રૂ. 4,500 કરોડમાં 'મેગ્મા જનરલ ઇન્શ્યોરન્સ' (Magma General Insurance) નો અંકુશ મેળવી લીધો છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) તરફથી આ એક્વિઝિશનને (Acquisition) મંજૂરી મળી ગઈ છે.

App Store

કઈ કંપની કેટલો સ્ટેક ખરીદશે?

નવી ડીલ મુજબ, પતંજલિ આ નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં (Non-Life Insurance Company) 73.6% ની મોટો હિસ્સો (Stake) ખરીદશે અને કંપનીની મુખ્ય પ્રમોટર (Promoter) બનશે. બીજી તરફ, ડીએસ ગ્રુપ કો-ઇન્વેસ્ટર (Co-Investor) તરીકે 24.5% ભાગીદારી ખરીદશે. આ હિસ્સો અદાર પૂનાવાલાની સનોટી પ્રોપર્ટીઝ (Sanoti Properties), સેલિકા ડેવલપર્સ અને જાગુઆર એડવાઇઝરી સર્વિસીસ પાસેથી ખરીદવામાં આવશે. આ ડીલ પહેલા મેગ્મામાં સનોટીની 72.4% ભાગીદારી હતી.

પતંજલિના નેટવર્કનો મળશે મોટો લાભ

પતંજલિ પાસે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી (Semi-Urban & Rural Markets) વિસ્તારોમાં વિતરણની (Distribution) અદભુત ક્ષમતા છે. પતંજલિની પ્રોડક્ટ્સ દેશભરમાં અંદાજે 2 લાખથી વધુ કાઉન્ટર્સ, રિલાયન્સ રિટેલ જેવી નેશનલ ચેઇન્સ અને 250 થી વધુ પતંજલિ મેગા સ્ટોર્સ (Mega Stores) પર ઉપલબ્ધ છે. આ વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીને ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સને ખૂણે-ખૂણે પહોંચાડવાનું આયોજન છે.

મેગ્મા જનરલ ઇન્શ્યોરન્સનું નાણાકીય પ્રદર્શન

  • ગ્રોથ રેટ (Growth Rate): FY21 થી FY25 વચ્ચે કંપનીનો ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ (Gross Direct Premium) 22% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દર (CAGR) સાથે વધીને રૂ. 3,334 કરોડ થયો છે.

  • નફો (Profitability): FY24 માં રૂ. 141 કરોડનું નુકસાન કર્યા બાદ, કંપનીએ FY25 માં રૂ. 1 કરોડનો નફો કર્યો હતો. જ્યારે FY26 ના પ્રથમ ૯ મહિનામાં કંપનીએ રૂ. 27 કરોડનો ચોખ્ખો નફો (Net Profit) નોંધાવ્યો છે.

  • સોલ્વન્સી માર્જિન (Solvency Margin): 31 ડિસેમ્બર 2025 ના રોજ કંપનીનું સોલ્વન્સી માર્જિન 1.81x હતું, જે 1.50x ની રેગ્યુલેટરી મર્યાદા કરતા વધુ છે.

હાલ આ કંપની પાસે જનરલ ઇન્શ્યોરન્સ (General Insurance) કેટેગરીમાં 70 થી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જે વિવિધ જોખમો સામે કવરેજ પૂરું પાડે છે.