VIDEO: આણંદ રેલ્વે સ્ટેશન નજીક માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, અફરાતફરી મચી
આણંદ રેલ્વે સ્ટેશન નજીક એક માલગાડીના કેટલાક ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી જવાની ઘટના સામે આવ

આણંદ રેલ્વે સ્ટેશન નજીક એક માલગાડીના કેટલાક ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી, જેથી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.




