મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના માળોદ ગામની સરકારી શાળામાં સ્વતંત્રતા દિવસે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ એસીની ભેટ

સુરેન્દ્રનગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગ

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને અનોખી ભેટ આપવામાં આવી છે. વઢવાણ તાલુકાના માળોદ ગામની સરકારી શાળાને પ્રથમ વખત સેન્ટ્રલ એસીની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. શાળાના તમામ વર્ગખંડોમાં એસીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે. સરકારી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધે અને ખાનગી શાળા જેવું વાતાવરણ મળે તે માટે આ અનોખી પહેલ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો