VIDEO: વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગરનું કેટવોક!, વાહનચાલકો થંભી ગયા
વડોદરાના જાંબુઆ બ્રિજ પરથી એક મહાકાય મગર જોવા મળતા લોકોમાં વિસ્મય

વડોદરાના જાંબુઆ બ્રિજ પરથી એક મહાકાય મગર જોવા મળતા લોકોમાં વિસ્મય અને ફફડાટ જોવા મળ્યો .. વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતાં આ મગર રસ્તા પર આવી ચડ્યો હતો. બ્રિજ પર અચાનક મગર દેખાતા વાહનચાલકો થોડો સમય થંભી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અનેક લોકોએ પોતાના મોબાઇલમાં આ દ્રશ્ય કેદ કરતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મગરને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી રહેઠાણમાં છોડવાની ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી,




