મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના સાવલી તાલુકામાં કરડ નદી પર બનેલો ડાયવર્શન કોઝવે ફરી ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે વરસાદના કારણે ધનતેજ અને સધાપુરા

તસવીર: gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે વરસાદના કારણે ધનતેજ અને સધાપુરા ગામ વચ્ચેનો સંપર્ક ફરી એકવાર તૂટ્યો છે. કરડ નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન કોઝવે વરસાદી પાણીના જોરદાર પ્રવાહથી ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, એક મહિના પહેલા પણ આ જ કોઝવે ધોવાઈ ગયો હતો અને તાત્કાલિક મરામત કરવામાં આવી હતી. પરંતુ ફરી વરસાદી પ્રવાહ સામે વ્યવસ્થા ટકી શકી નથી. સ્થાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને હવે 10 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો