મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ્રયાગરાજમાં ગંગા-યમુનાની સપાટી વધી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માતાટીલા અને મૌધા ડેમમાંથી પાણી છોડાતાં ગંગા અને યમુના નદીઓની જળસપાટી ભયજનક સપાટી નજીક પહો

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માતાટીલા અને મૌધા ડેમમાંથી પાણી છોડાતાં ગંગા અને યમુના નદીઓની જળસપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં સંગમ ઘાટ પર આવેલા પ્રસિદ્ધ મોટા હનુમાનજી મંદિરના ઉંબરા સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને ઘાટો પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને સંગમ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. એનડીઆરએફ અને જળ પોલીસની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે તેમજ શ્રદ્ધાળુઓને ઊંડા પાણીથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો