મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: તમિલનાડુમાં આદમખોર વાઘને પકડવા વન વિભાગના હવાતિયા

આદમખોર વાઘને પકડવા વન વિભાગના હવાતિયા ડ્રોનથી સંકજામાં ન આવતા ટ્રેનેડ હાથીને મેદાનમ

તસવીર: gstv

આદમખોર વાઘને પકડવા વન વિભાગના હવાતિયા

ડ્રોનથી સંકજામાં ન આવતા ટ્રેનેડ હાથીને મેદાનમાં ઉતાર્યા

ટ્રેનિંગ પામેલ કુમકી હાથી હવે વાઘને પકડશે

....................

તમિલનાડુના નીલગીરી જિલ્લામાં મેન-ઈટર વાઘને પકડવા માટે વન વિભાગે હવે ઓપરેશનને વધુ આક્રમક બનાવ્યું છે.  બે લોકોના જીવ લેનારો આ વાઘ છેલ્લા આઠ દિવસથી શોધખોળ છતાં વન વિભાગની પકડથી દૂર હોવાથી વિભારે હવે ટ્રેઇન થયેલા હાથીની મદદ લીધી છે. આઠ દિવસ પહેલા તમિલનાડુના નીલગીરી જિલ્લાના ગુડાલુરના ઓ-વેલી વિસ્તારના લોરિસ્ટનમાં મેન ઇટર વાઘે બે અલગ-અલગ હુમલામાં બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 9 ઓગસ્ટે એક વ્યક્તિ પર હુમલો કરી તેને મારી નાખ્યા હતો. બાદમાં 21 ઓગસ્ટે 54 વર્ષીય ખેડૂત પર પણ વાઘે હુમલો કર્યો હતો અને તેનું મોત થયું હતું. આ વાઘ ઝાડીઓમાંથી અચાનક વાઘ બહાર આવીને માણસ પર હુમલો કરતો હતો. બંને ઘટના બાદ વન વિભાગે વાઘને મેન-ઈટર જાહેર કર્યો હતા.

વીઓ 2

મેન ઇટર વાઘને પકડવા માટે હવે વન વિભાગે બે કુમકી હાથીઓઉદયન અને બોમ્મનની મદદ લીધી છે. મુદુમલાઈ એલિફન્ટ કેમ્પમાંથી આ બંને તાલીમબદ્ધ હાથીઓને ટ્રક મારફતે સિલ્વર ક્લાઉડ ચેકપોસ્ટ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અપર ગુડાલુર તથા કોક્કાલ વિસ્તારમાં લઈ જઈને તેને સર્ચ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગાઢ જંગલમાં જ્યાં માણસો માટે આગળ વધવું મુશ્કેલ છે, ત્યાં આ કુમકી હાથીઓની મદદથી વાઘના સંભવિત છુપાવાના સ્થળો અને તેની હિલચાલના રૂટ તપાસ કરવામાં આવી રહી છે.

વીઓ 3

કુમકી હાથીઓની મદદથી વાઘને શોધવામાં આવશે. કુમકી હાથી વાઘ સામે આક્રમકતાથી લડી શકે છે. વળી આ હાથી વાઘ પર નિગરાની પણ રાખી શકે છે. આ હાથી ગાઢ જંગલમાં જઇને શોધખોળ કરી શકે છે. આ હાથ પર વાઘના હુમલાનું જોખમ ઘટી જાય છે. મેન ઇટર વાઘને હાથી સામે ભેટો થાય તો પણ તે વાઘ સામે આક્રમમતાથી પ્રહાર કરી શકે છે. કુમકી હાથી જંગલ સાથે  ચા અને કોફીના બગીચામાં પણ વાઘનું પગેરું મેળવવા મદદ કરી શકે છે. આમ 10 દિવસથી વન વિભાગના ચકમા આપતો વિઘ હાથની પકડથી આવશે તેવી આશા છે.

વીઓ 4

હાથી સાથે વન વિભાગ દ્રારા 130 કેમેરા ટ્રેપ, 13 પાંજરા, 3 થર્મલ ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. વન વિભાગ વાઘના પગના નિશાન, મળ અને અન્ય સંકેતોના આધારે તેની હિલચાલનો પત્તો લગાવી રહી છે. વન વિભાગ માને છે કે વાઘ ઓ-વેલીમાંથી આસપાસના અન્ય જંગલ વિસ્તારમાં ખસી ગયો હોઈ શકે છે. તેથી નાડુવટ્ટમ, મુદુમલાઈ ટાઈગર રિઝર્વના સિંગારા અને મસિનાગુડી સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. બે લોકોના મોત બાદ હવે વધારે માનવ જીવ ન જાય તે માટે તમિલનાડુ વન વિભાગ એક્ટીવ બની ગયું છે.

------------  બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો