મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદ નજીક અર્બન હોસ્પિટલ પાછળ દીપડો દેખાતા ગ્રામજનોમાં ફાળ, વનવિભાગ એલર્ટ

દાહોદ શહેર નજીક આવેલા રળીયાતી ગામે અર્બન હોસ્પિટલના પાછળના રહેણાંક

તસવીર: gstv

દાહોદ શહેર નજીક આવેલા રળીયાતી ગામે અર્બન હોસ્પિટલના પાછળના રહેણાંક તેમજ ખેતર વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ખેતરોમાંથી દીપડાના પગલાના નિશાન પણ મળી આવ્યા છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા દીપડાની સાથે તેના બચ્ચા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ અંગે ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને રાત્રિ દરમિયાન જ ખેતરોમાં શોધખોળ હાથ ધરી હતી. અચાનક વન્યજીવ આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેથી તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો