VIDEO: અમદાવાદમાં ફૂડ સેમ્પલિંગ ઝડપી બનશે: નવી અદ્યતન લેબોરેટરી અને ૪૫ ઇન્સ્પેક્ટરોની થશે ભરતી
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગને સેમ્પલિંગ અને ટેસ્ટિંગની કામગીરી ઝડપી બનાવવાની કડક સૂચના આપવામાં આવી છે. ફૂડ સેમ્પલના પરિણામો ૭ થી ૯ દિવસના બદલે માત્ર ૫ દિવસમાં જ મળી રહે તેવું આયોજન કરાયું છે. હાલ શહેરમાં ૧૪ ફૂડ ઇન્સ્પેક્ટરો કાર્યરત છે, જ્યારે સેમ્પલિંગ પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે અન્ય ૪૫ ઇન્સ્પેક્ટરોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ટેસ્ટિંગ માટે સેમ્પલ બહાર મોકલવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક વર્ષમાં એક નવી અદ્યતન લેબોરેટરી પણ તૈયાર કરવામાં આવશે.




