મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન મારામારી, પ્રેમ દરવાજા પાસે મહિલાઓ અને પુરુષો વચ્ચેની ઝપાઝપીનો વીડિયો થયો વાયરલ

ગઈ કાલે અમદાવાદ શહેરમાં પોલીસના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ન

તસવીર: gstv

ગઈ કાલે અમદાવાદ શહેરમાં પોલીસના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રા દરમિયાન એક અણધારી ઘટના સામે આવી છે. અમદાવાદના ઐતિહાસિક પ્રેમ દરવાજા નજીક રથયાત્રાના રૂટ પર અચાનક જ મહિલાઓ અને પુરુષો વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મહિલાઓ અને પુરુષો વચ્ચે થઈ ઝપાઝપી

મળતી માહિતી મુજબ, પ્રેમ દરવાજા પાસે કોઈ બાબતને લઈને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ અથડામણમાં મહિલાઓ અને પુરુષો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જોકે, આ મારામારી કયા ચોક્કસ કારણે થઈ તે અંગેનું કારણ હજી સુધી અકબંધ છે અને પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મામલો શાંત પાડ્યો

રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર બનેલી આ ઘટનાને પગલે ત્યાં તૈનાત પોલીસ કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. પોલીસે તરત જ બંને પક્ષો વચ્ચે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી. 

આ સમાચાર શેર કરો