VIDEO: લુણાવાડામાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શનમાંઃ હોટલો અને હોસ્ટેલમાં તપાસ
મહીસાગરના લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવ

મહીસાગરના લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગિલિયન-બેરે સિન્ડ્રોમ ના વધતા કિસ્સાઓને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા બે દિવસથી શહેરની હોટલો, નાસ્તાની દુકાનો, લારી-ગલ્લાઓ તેમજ શાળાઓ અને છાત્રાલયોમાં ખોરાકની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આવકાર રેસ્ટોરન્ટ અને બક્ષી પંચ છાત્રાલયોમાં સ્વચ્છતાના અભાવે સંચાલકોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ લુણાવાડા નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેલા લારી-ગલ્લાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.




