મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: છત્તીસગઢના સુકમામાં પૂર હોનારત, મુખ્‍યમંત્રી વિષ્ણુદેવ સાયે હવાઈ સર્વે કર્યો

છત્તીસગઢના સુકમા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિત

તસવીર: gstv

છત્તીસગઢના સુકમા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે. હેલિકોપ્ટર દ્વારા જળબંબાકાર થયેલા ગ્રામીણ અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ ચકાસ્યા બાદ તેમણે સ્થાનિક વહીવટી તંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ પૂર પીડિતો માટે ભોજન, સુરક્ષિત આશ્રય અને તબીબી સહાય જેવી સુવિધાઓ તાત્કાલિક પહોંચાડવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત તેમણે રાહત કેમ્પની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.

આ સમાચાર શેર કરો