VIDEO: મહેસાણાના કડીમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ
મહેસાણા જિલ્લાના કડી પંથકમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતા માત્ર ત્રણ ઇંચ જેટલા ધોધમાર વરસાદમાં સમગ્ર વિસ્તા

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતા માત્ર ત્રણ ઇંચ જેટલા ધોધમાર વરસાદમાં સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે કડી શહેરના મુખ્ય અંડરપાસ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. એટલું જ નહીં, તપોવન લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરના ઉપરના માળેથી પણ પાણીનો ધોધ વહ્યો હોય તેવા ચોંકાવનારા વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.




