VIDEO: ગુવાહાટીમાં મુસળધાર વરસાદથી જળબંબોળ: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
આસામના ગુવાહાટી શહેરમાં ગત રાતથી શરૂ થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ

આસામના ગુવાહાટી શહેરમાં ગત રાતથી શરૂ થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહાનગરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર કેડસમાણા પાણી ભરાઈ જતાં ગંભીર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. અનિલ નગર, નવીન નગર અને જીએસ રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે આર્થિક નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેમ વાહનો અડધા ડૂબેલા જોવા મળ્યા હતા, જેના કારણે સવારના સમયે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પંપ દ્વારા પાણીના નિકાલ માટે સતત પ્રયાસો કરી રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.




