VIDEO: આખરે અમદાવાદનો ઐતિહાસિક કેલિકો ડોમ રીનોવેશન બાદ તૈયાર
આખરે અમદાવાદના કેલિકો ડોમના રીનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે. નિર્ધારિત સમય કરતાં વિલંબ બાદ હવ

આખરે અમદાવાદના કેલિકો ડોમના રીનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે. નિર્ધારિત સમય કરતાં વિલંબ બાદ હવે ડોમને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવાની પ્રક્રિયા શરૂ થશે. ડોમમાં નવી પેનલો લગાવી દેવામાં આવી છે અને હવે સમગ્ર કામગીરી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. કમિટી તરફથી કોઈ ફેરફાર સૂચવવામાં નહીં આવે તો કેલિકો ડોમ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે. વર્ષ 2020માં ડોમને નુકસાન થતાં કોર્પોરેશન દ્વારા રિસ્ટોરેશન હાથ ધરાયું હતું. કોપર અને પ્લાયવુડથી બનેલો આ ડોમ જીઓડેસિક સિદ્ધાંત પર તૈયાર થયો છે અને તેમાં આશરે 300 અલગ-અલગ માપની પ્લાયવુડ પેનલોનો ઉપયોગ થયો છે. ભારતમાં પહેલો ફેશન શો આ ડોમ હેઠળ યોજાયો હતો.




