VIDEO: કડીના બુડાસણમાં બે વર્ષ અગાઉ ઝડપાયેલા બનાવટી ઘી કૌભાંડમાં આખરે એફઆઈઆર નોંધાઈ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામેથી બે વર્ષ અગાઉ ઝડપાયેલ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામેથી બે વર્ષ અગાઉ ઝડપાયેલા કરોડો રૂપિયાના બોગસ ઘી બનાવવાના કૌભાંડમાં આખરે પોલીસે ગુનો નોંધીને મોટી કાર્યવાહી કરી છે. આ ચર્ચાસ્પદ ગુનો ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ બન્યો હતો, પરંતુ એફએસએલ અને લેબ રિપોર્ટ મોડા આવવાના કારણે એફઆઈઆર નોંધવામાં બે વર્ષ જેટલો વિલંબ થયો હતો. આખરે પોલીસે ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સત્તાવાર ફરિયાદ નોંધી છે. તે સમયે પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી રૂ ૧.૨૪ કરોડનો બનાવટી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના વેપારી જનક ભાવસાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં કડી પોલીસે આ મામલે આગળની કાનૂની તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.




