મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કડીના લોર ગામે પાણી ભરાતા ખેડૂતોની 500 વીઘા જમીનને નુકસાન

કડી તાલુકાના લોર ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે ખેડૂતોની હાલત અત્ય

તસવીર: gstv

કડી તાલુકાના લોર ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દેવરોજ કંપનીની સ્કીમ અને નવા બાંધકામોના કારણે પાણીનો કુદરતી નિકાલ બંધ થઈ ગયો છે. જેના કારણે આશરે 500 વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ ગયું છે અને ડાંગર, ટામેટા, કપાસ સહિતના અનેક પાકને ભારે નુકસાન થયું છે. રસ્તાઓ અને દીવાલોના નિર્માણથી પાણીના વહેણ બંધ થતાં ખેડૂતોને છેલ્લા 8 થી 10 વર્ષથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો