VIDEO: નર્મદામાં જંગલ જમીન મુદ્દે આરપારની લડાઈ: વિશ્વ આદિવાસી દિવસે જ યોજાયા ભવ્ય ધરણા!
નર્મદા જિલ્લાના ખોપી ગામે વિશ્વ આદિવાસી દિવસે જ જંગલ જમીન ખેડવાના ગંભી

નર્મદા જિલ્લાના ખોપી ગામે વિશ્વ આદિવાસી દિવસે જ જંગલ જમીન ખેડવાના ગંભીર પ્રશ્ને આદિવાસીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન વસાવા સહિતના અગ્રણીઓ સ્થાનિક આદિવાસીઓ સાથે ધરણા પર બેઠા હતા. જંગલ ખાતા દ્વારા આદિવાસીઓને જમીન ખેડવામાં પડતી મુશ્કેલીઓનો વિરોધ કરતા સાંસદે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આક્રમક વલણ અપનાવ્યું હતું. સાંસદ અને આદિવાસી નેતાઓની એક જ મુખ્ય માંગ છે કે વર્ષોથી જમીન ખેડતા આદિવાસીઓને અન્યાય બંધ થાય અને તેમને યોગ્ય ન્યાય મળે. વિશ્વ આદિવાસી દિવસે જ યોજાયેલા આ ધરણા પ્રદર્શનથી સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારમાં ભારે ગરમાવો આવી ગયો છે.




